મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબીના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી ડીડીઓ જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા આરોગ્ય કચેરી, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જેમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમાર, તલાટી મંત્રી મેહુલભાઈ દલસાણીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ મહેમોનોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ છે.

આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબોરેટરી ટેકનીશીન સેતાભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા સહિતની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય ઉપરાંત આગેવાનો અને અધિકારીઓએ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News