મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

દિયરની નજર સામે ભાભીનું મોત: માળીયા (મી)ના વેજલપરથી ઘાટીલા રોડે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લઈને મહિલાને કચડી નાખી


SHARE













દિયરની નજર સામે ભાભીનું મોત: માળીયા (મી)ના વેજલપરથી ઘાટીલા રોડે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લઈને મહિલાને કચડી નાખી

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવાન તેના ભાભી સાથે કૌટુંબિક ભાઈની અંતિમ વિધિમાં મંદરકી ગામે જતો હતો ત્યારે વેજલપરથી ઘાટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપર રેતી ભરેલ ટ્રેક્ટર લઈને આવી રહેલા શખ્સે તેઓના બાઇકને હડફેટે લીધેલ હતું જેથી કરીને યુવાન અને તેના ભાભી રસ્તા ઉપર પડી ગયા હતા ત્યારે યુવાનના પગ ઉપરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી ગયું હતું અને તેના ભાભીના શરીર ઉપરથી ટ્રેક્ટર અને ટ્રૉલીના વ્હીલ ફરી હતા તેને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજયું હતું અને યુવાન હાલમાં સારવાર હેઠળ છે. જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પાણીના ટાંકા પાસે રહેતા અને ખેતી કામ કરતા મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ સુરાણી (26)એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે 36 એએલ 3988 ના ચાલક સાથે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે કે વેજલપરથી ઘાટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તે બાઇક નંબર જીજે 36 એએન 2834

ઉપર પોતાના ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેન ઉર્ફે સોનલબેનને બેસાડીને કૌટુંબિક ભાઈની અંતિમ વિધિમાં મંદરકી ગામે જતાં હતા ત્યારે આરોપી પોતાના હવાલા વાળું ટ્રેક્ટર રેતી ભરીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તાનો ખાડો તરવવા જતાં ટ્રેક્ટર બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી કરીને ફરિયાદી તથા તેના ભાભી રસ્તા ઉપર પડી ગયા હતા ત્યારે યુવાનના પગ ઉપરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી ગયું હતું અને તેને માથામાં તેમજ કપાળના ભાગે પણ ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં મોરબી લઈને આવ્યા હતા જો કે, અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનના ભાભી ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેન ઉર્ફે સોનલબેન ઉપર ટ્રેક્ટર અને તેની ટ્રૉલી ફરી જતાં તેને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News