ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક પવનચક્કીમાંથી બે શખ્સ દ્વારા કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ


SHARE







મોરબી નજીક પવનચક્કીમાંથી બે શખ્સ દ્વારા કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં કાલિકાનગર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાતા આજાણ્યા બે શખ્સોની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ અર્ચના પાર્ક શેરી નં-6 માં રહેતા અજુરુદ્દીન મનજીભાઈ પરમાર (38)એ હાલમાં બે શખ્સોની સામે ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાંથી કાલિકાનગર તરફ જવાના રસ્તા ઉપર એલી માઈક્રો પાછળ ફરિયાદીને સિમેન્સ ગામેશા લિમિટેડ કંપનીએ લગાવેલ પવનચક્કીની દેખરેખ કરવા માટે તેને ઓથોરાઈઝ કરવામાં આવેલ છે અને પવનચક્કી ઉપર જવા માટે રાખેલ દરવાજાનો લોક તોડી પવનચક્કીની અંદરનો કેબલ ચોરી કરવાના ઇરાદે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાહેરનામાનો  ભંગ

મોરબીના વીસીપરા અમરેલી રોડ ઉપર આવેલ ઈંટનો ભઠ્ઠો અન્ય વ્યક્તિને ભાડે આપેલ છે તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી હાલમાં ઈંટના ભઠ્ઠા વાળા અનિલભાઈ લઘુભાઇ મોરવાડિયા (40) રહે. અમરેલી ગામ મોરબી વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News