ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રોંગ સાઈડમાં આવેલ ખાનગી સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા


SHARE







વાંકાનેર નજીક રોંગ સાઈડમાં આવેલ ખાનગી સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા

વાંકાનેર નજીક કેરાળા ગામના બોર્ડથી આગળના ભાગમાં યુવાન બાઇક લઈને જઇ રહ્યો હતો ત્યારે ખાનગી સ્કૂલ બસના ચાલકે રોંગ સાઈડમાં તેનું વાહન ચલાવીને બાઈકના હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાનને માથામાં અને કપાળમાં હેમરાજ જેવી ઈજાઓ થઈ હતી અને આરોપી તેની બસ લઈને સ્થળ ઉપરથી નાશી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર અલંકાર હોટલની પાછળના ભાગમાં રહેતા રવિભાઈ છગનભાઈ સિંધવ (29)ખાનગી સ્કૂલ બસ નંબર જીજે 3 એ ડબલ્યુ 9680 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર નજીક કેરાળા ગામના બોર્ડથી આગળના ભાગમાં તે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 9031 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાનગી સ્કૂલ બસના ચાલકે રોંગ સાઈડમાં પોતાની બસ ચલાવી હતી અને ફરિયાદીના બાઈકને સામેથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને નાકના ભાગે ફેક્ચર તથા માથા અને કપાળના ભાગે હેમરાજ જેવી ઈજાઓ થયેલ છે અને અકસ્માત સર્જીને ખાનગી સ્કૂલ બસ લઈને આરોપી નાસી ગયેલ હતો જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બસના ચાલક સામે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

મીતાણા વાલસણ રોડ ઉપર રામજીભાઈ ગજેરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ દાહોદના રહેવાથી દિતિયાભાઈ હિમરાજભાઈ ભુરીયા (32)એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ વાડીએ બાઈક નંબર જીજે 20 બીએચ 8767 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News