મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓની પડતર માંગો નહીં સંતોષતા અચોક્કસ મુદતની હડતાલ


SHARE









મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓની પડતર માંગો નહીં સંતોષતા અચોક્કસ મુદતની હડતાલ

મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ તેની વિવિધ માંગણીઓને લઈને સિવિલમાં હડતાલ કરેલ છે અને મોરબી કલેકટર કચેરીના પટાંગણમાં ધરણા યોજીને પોતાના હક્કની માંગ કરી હતી અને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે.

હાલમાં સિવિલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓના કહેવા મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં 121 જેટલા સફાઈ કર્મચારીઓ છે જેના પગારની સ્લીપ અને દિવાળી બોનસ આપવામાં આવતું નથી આટલું જ નહીં પરંતુ હક્ક રજાઓ પણ મળતી નથી. અને આ ત્રણેય માંગણીઓ સાથે વર્ષ 2024થી સિવિલા સ્ટાફ દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે જો કે, કોઈ પરિણામ હજુ સુધી મળ્યું નથી. અને જો એજન્સી વાળાને રજુઆત કરવામાં આવે તો માત્ર પાંચ જ સફાઈ કર્મચારીઓને લાભ આપવામાં આવશે તેવું એજન્સી વાળા કહી રહ્યા છે. જેથી કરીને દરેક કર્મચારીને તેનો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અને જ્યાં સુધી માંગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. અને દરરોજ કલેકટર કચેરીએ ધરણા ચાલુ રાખવામા આવશે. અને પહેલા દિવસે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, “ઘણા સમયથી સફાઈ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ સફાઈ કર્મચારીઓને તેમનો હક્ક મળી રહ્યો નથી જેથી સફાઈ કર્મચારીઓને જ્યાં પણ જરૂર હશે ત્યાં તેની સાથે ઊભા રહેવાની કોંગ્રેસની તૈયારી છે”






Latest News