મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે બાકી વીજ બિલની વસુલતા માટે ગયેલા વીજ કર્મચારીને ફડાકા ઝીકયા


SHARE







મોરબીના બરવાળા ગામે બાકી વીજ બિલની વસુલતા માટે ગયેલા વીજ કર્મચારીને ફડાકા ઝીકયા

મોરબી તાલુકાના બરવાળા ગામે વીજગ્રાહકનું બિલ બાકી હોય બે લાઈનમેન ત્યાં બાકી બિલની વસૂલાત માટે ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા વીજ ગ્રાહકના દીકરાએ વિકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી અને “તમારે બિલ લેવાનો સમય થઈ ગયો છે ?” તેવો પ્રશ્ન કરીને બે ત્રણ ડાકા માર્યા હતા અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને ભોગ બનેલ વીજ કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ હરિઓમ પાર્કમાં રહેતા અને વીજ કંપનીમાં આસિસ્ટન્ટ લાઇમેન તરીકે ફરજાવતા મૂળ સરવગામના રહેવાસી સંજયભાઈ કેશવજીભાઈ વિલપરા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા રહે. બરવાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા વિદ્યુત સહાયક કનુભાઈ મોઘાભાઈ મનાથ બંને બરવાળા ગામે વીજગ્રાહક જીવણભાઈ દેવાભાઈના ઘરે તેનું વીજ બીલ 1605 રૂપિયા બાકી હતું જેથી કરીને ત્યાં ગયા હતા અને તેઓના ઘરના ઝાંપા પાસે હતા ત્યારે વીજ ગ્રાહક જીવણભાઈ દેવાભાઈ હાજર ન હતા પરંતુ રણછોડભાઈ જીવણભાઈ ખાંભલા હાજર હોય બાકી બિલની રકમ બાબતે તેઓની સાથે વાત કરતા તેમને સારું લાગ્યું ન હતું અને તેને ઉગ્ર અવાજથી ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે “તમારે બિલ લેવાનો સમય થઈ ગયો છે ?” ત્યારબાદ ફરિયાદીને બે ત્રણ ફડાકા મારી દીધા હતા અને તે સરકારી કર્મચારી હોવા છતાં પણ તેને માર મારીને ફરજમાં રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News