મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીમાં ગેસ લીકેજના કારણે રૂમમાં ચૂલો ચાલુ કરતાંની સાથે જ આગ લાગી હતી જે ઘટનામાં યુવાન ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું  મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બાલા બેકરીની ઓરણીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી પલ્લુરામ તોતારામ નિશાદ (19) નામનો યુવાન ગત તા. 19/12 ના વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે કામ પૂરું કરીને કિચનમાં ચા બનાવવા માટે થઈને ગયો હતો ત્યારે કિચનમાં ગેસના ચૂલાનો વાલ્વ ખુલ્લો રહી ગયો હોવાથી કે પછી ગેસ લીકેજના કારણે ચૂલો ચાલુ કરવા જતાની સાથે લાઇટર કરતા જ ત્યાં આગ લાગી હતી જે આગમાં યુવાન આખા શરીરને ગંભીર ટીતે દાજી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની ચિરાગભાઈ દામજીભાઈ ભોરણીયા (33) રહે. સીતારામ પેલેસ પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News