મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વૃદ્ધનું જટિલ થાપાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયુ


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વૃદ્ધનું જટિલ થાપાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયુ

મોરબીમાં પણ રાજકોટ અમદાવાદ અને વડોદરા જેવી સારી મેડિકલ સુવિધાઓ મળી રહે તે માટે છેલ્લા કેટલાક સમયથી આયુષ હોસ્પિટલ સહિતની મોટી હોસ્પિટલો કાર્યરત છે જેમાં જટિલતા ભર્યા કેસો પણ લેવામાં આવે છે અને સફળતાપૂર્વક તેની સર્જરી કરવામાં આવતી હોય છે જેમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વૃદ્ધનું જટિલ એવું થાપાનો ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

મળતી વિગતો પ્રમાણે જેશાભાઈ સંખાવરા (ઉંમર ૭૮વર્ષ) ને થાપાનું ફ્રેકચર થયેલ હોવાથી આયુષ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા.પરંતુ દર્દીને ડાયાબિટીસ, હાયપરટેન્શન, મગજનો લકવો જેવી બિમારીઓ પણ હતી.આમ તો આવા દર્દીઓને કમરમાં મણકાઓ વચ્ચેની જગ્યામાં સોઈથી ઈન્જેકશન આપીને કમરથી નીચેનો ભાગ બેભાન કરવામાં આવતો હોયછે.પરંતુ જેશાભાઇને વધારે ઉંમરના લીધે મણકાઓની વચ્ચેની જગ્યા એકદમ ઓછી થઈ ગયેલી હોવાથી એનેસ્થેટીસ્ટ ટીમ દ્વારા ઘણા બધા પ્રયત્નો પછી પણ એ શક્ય થઈ શકયું નહીં.ઉપરાંત દર્દીની બીજી બિમારીઓને લીધે પૂરા બેભાન કરવામાં પણ જોખમ વધારે હતું અને છેલ્લો વિકલ્પએ હતો કે જે પગમાં ફ્રેકચર છે તે એક પગની નસોને બ્લોક કરીને એક જ પગ સારી રીતે બેભાન થાય તો ઓપરેશન થાય નહીંતર અગાઉ જણાવેલ બધા જોખમોને લીધે દર્દીને ઓપરેશન કર્યા વગર રજા લેવાની થાય.

પરંતુ એનેસ્થેટીસ્ટ ડોક્ટર સ્વેતા પ્રજાપતિ અને ડોક્ટર અદિતી ઝાલાવાડીયાએ છેલ્લો વિકલ્પ અમલમાં મૂકવાનું જોખમ લીધું અને ઓપરેશન થિયેટરમાં ,PNS મશીનની મદદથી Lumbar- Sacral Plexus Block આપ્યો, ૧૫-૨૦ મિનિટમાં દર્દીનો પગ બેભાન થઇ ગયો, ઓપરેશન સારી રીતે પતી ગયુ અને દર્દીને ઓપરેશન બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું અને દર્દીના સગા પણ ખૂબજ સંતોષ અને આનંદમાં છે કે એમના દર્દીને પીડામાંથી રાહત મળી. આમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે જટિલ ગણાતા ઓપરેશનને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.






Latest News