મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 20 ને સોમવારના રોજ ખોખરા હનુમાન મંદિરે ખાતે આ સમૂહલગ્ન યોજાશે. અને ત્યારે  દીકરીઓ સંતો મહંતોની હાજરીમાં પ્રભુતામાં ડગ માંડશે.

મોરબી નજીકના બેલા ગામે આવેલ ખોખરા હનુમાન મંદિરે આગામી તા 20 ના રોજ સમૂહલગ્નનું અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ખોખરા હરીહરધામના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, નકલંકધામ બગથળાના દામજી ભગત, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રભુચરણદાસજી મહારાજ અને રામઘન આશ્રમના ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહેશે. આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ત્યારે બપોરે 3 વાગ્યે જાન આવશે અને સાંજે 6 વાગ્યે હસ્ત મેળાપ કરાવવામાં આવશે અને ત્યાર બાદ સાંજે 7 વાગ્યે ભોજન રાખવામા આવેલ છે. આ તકે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને દાતાઓના સહયોગથી જીવન જરૂરી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થાના પ્રમુખ હેતલબેન પટેલ અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News