મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી-ગોપાલન અંગે શિબિર યોજાઇ


SHARE







ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી-ગોપાલન અંગે શિબિર યોજાઇ

ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગામ હજુ ખરા અર્થમાં ખેડૂતોનું ગામ છે. ૫૦ % થી વધુ ગ્રામજનો ગોપાલન કરે છે. અને રાત્રે ઠંડીમાં પણ ૮૫ જેટલા બહેનો તથા ૫૦ થી વધુ ભાઇઓએ શિબિરમાં આવ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ તથા ગૌશાળા સંચાલક જીલેશભાઇ કાલરિયા, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક સરડવા, ગોપાલન નિષ્ણાત તથા લેખક પ્રાણજીવન કાલરિયા, ગાયત્રી પરિવાર મોરબીના મણીભાઈ ગડારાએ ખેડૂતો તથા ગોપાલકોને ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું અને પ્રાણજીવન કાલરિયાએ હાજર બહેનોને કીચનગાર્ડન માટે પાંચ પ્રકારના શાકભાજીના બીજનું કીટ આપી બહેનોને ઘરે ઝેર મુક્ત શાકભાજી તૈયાર કરી ખાવા માટે પ્રેરણા આપી હતી. અને પ્રાકૃતિક ખેતી અને ગૌમાતાને બચાવવા માટે ગામેગામ આવા આયોજનોની તાતી જરૂરિયાત છે. મોરબી જિલ્લામાં આવા આયોજન તથા વધુ માહિતી માટે પ્રાણજીવન કાલરિયા ના મોબાઈલ નંબર 9426232400 પર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News