મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ


SHARE











કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ

એચ.આઇ.વી. રોગ ગ્રસ્ત નાગરીકોમાં જાગૃતિ લાવવાના તથા બીમારી સાથે જે ગેર માન્યતાઓ દુર કરવા માટે કચ્છ NP + સંસ્થા કાર્યરત છે. તેમના દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી દરેક કચ્છ વાસીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવતા વિનોદભાઇ ચાવડા દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ, ધાબડા તથા સ્વેટરોનું વિતરણ કરવામાં આવેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, સમાજમાં સાચી માહિતીનો પ્રચાર થાય, બીમારીમાં ઘટાડો કરવા કચ્છ NP પ્લસ ની ટીમ ખુબજ ઉમદા કાર્ય કરી રહી છે. એચ.આઇ.વી. બીમારી રોકવામાં મહત્વનું યોગદાન હુંફ આપવાની આપણી પણ ફરજ છે. આ બાબતે છેલ્લા દશેક વર્ષોથી હું પણ એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને મળી, તેમની સેવા અને જાગૃતતા લાવતી સંસ્થાઓના સંપર્ક કરી વ્યક્તિની, પરિવારની સમાજ અને તબીબો સાથે સંપર્ક કરી મદદરૂપ બનવા પ્રયત્નશીલ છું. આજે પણ આ કડકડતી ઠંડીમાં હુંફ માટે ૫૦ થી વધુ પરિવારોને ધાબડા અને સ્વેટરો તથા રાશનકીટ આપેલ છે. અને સમાજ પણ એચ.આઇ.વી. ગ્રસ્ત લોકો પ્રત્યે સમભાવ રાખી જાગૃતિ માટે કાર્યશીલ બને તેવી અપીલ કરી હતી.






Latest News