મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જમીન મંજૂર


SHARE







મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જમીન મંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે તેને અરજી કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલો તથા પુરાવોને ધ્યાન રાખીને આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસની પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ આરોપીના રેગ્યુલર જમીન માટે મોરબીના સિનિયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાબેન એ. પરમાર મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલો તથા પુરાવાઓને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબે આરોપીને 25,000 ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરવાનો હુકમ કરેલ છે.






Latest News