મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મૂનનગર પાસે પ્લાઇવૂડના કારખાનામાં આગ લાગતાં દોડધામ


SHARE







મોરબીના મૂનનગર પાસે પ્લાઇવૂડના કારખાનામાં આગ લાગતાં દોડધામ

મોરબીમાં લાતી પ્લોટની પાછળના ભાગમાં આવેલ મૂનનગર વિસ્તારમાં રહેણાંક એરિયાની બાજુમાં આવેલ પરમ પ્લાઇવૂડ નામના કારખાનામાં રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી અને આ આગે જોતામાં વિકરા રૂપ ધારણ કર્યું હતું અને બાજુના રહેણાંક વિસ્તારમાં પણ આગ પ્રસરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને રાત્રિના સમયે સ્થાનિક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યાર બાદ કારખાનામાં લાગેલ આગ કાબુમાં આવી હતી જોકે રાત્રિના સમયગાળા દરમિયાન કારખાનું બંધ હતું ત્યારે આ અકસ્માતની ઘટના બની હોવાના કારણે કોઈને ઈજા કે જાનહાનિ થયેલ નથી. પરંતુ આગ કયા કારણોસર લાગી હતી તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે હાલમાં પણ ફાયર વિભાગની એક ટીમ ત્યાં રાખવામા આવી છે તેવી વિગતો ફાયર ની ટીમ પાસેથી જાણવા મળેલ છે






Latest News