મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી નાણાં ચૂકવવાની ના પાડતી વિમા કંપનીને વ્યાજ સહિત નાંણા ચૂકવવા હુકમ કર્યો


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી નાણાં ચૂકવવાની ના પાડતી વિમા કંપનીને વ્યાજ સહિત નાંણા ચૂકવવા હુકમ કર્યો

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી મોરબીના વતની જશવંતભાઇ ચોપશીભાઈ જોબનપુત્રાનો વીમાની બાકી રકમ ૩૪,૦૦૩ (ચોત્રીસ હજાર અને ત્રણ રૂપિયા) ૯ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર માનસીક ત્રાસના તા.૨૪-૫-૨૪ થી ગ્રાહક અદાલતે વીમા કંપનીને ચુકવવાનો આદેશ કરેલ છે.

કેઇસની વિગત એવી છે કે, મોરબીના વતની જશવંતભાઇ ચોપશીભાઈ જોબનપુત્રાએ વ્હીકલનો વીમો નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીનો ઉતરાવેલ હતો.જશવંતભાઈનું વાહન તેમનો પુત્ર તથા તેમના પત્ની તા. ૧૧-૬--૨૩ નો રોજ સાંજે જતા હતા ત્યાં રસ્તામાં ક્રુજર ગાડી સાથે અથડાતા ગાડીને રૂા.૧,૧૦,૦૦૩ નું નુકશાન થયેલ તમામ કાગળો અને બીલ વીમા કંપનીને સમય મર્યાદામાં મોકલી આપેલ હતા. પરંતુ વીમા કંપનીએ રૂા. ૭૬,૦૦૦ (છોતેર હજાર) ચુકવ્યા હતા અને બાકીની રકમ રૂા.૩૪,૦૦૩ ચુકવવાની ના પાડતાં તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે રૂા.૩૪,૦૦૩ ને ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૪--૨૪ થી રૂા. ૫૦૦૦ અન્ય ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૭૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News