મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના ધણાદ ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોરબી સારવારમાં મોત


SHARE







હળવદના ધણાદ ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોરબી સારવારમાં મોત

હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા મેલાભાઈ ચકુભાઈ વાજવેલીયા (47) નામના યુવાને ગત તા 29/12 ના રોજ પોતાના ગામમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને બેભાના સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી પોલીસને જાણ કરી હતી અને જેથી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ગુંગણ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અરવિંદ મનજીભાઈ (27)ને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા રણછોડભાઈ ભગવાનભાઈ ભાડજા નામના વ્યક્તિ બાઈક લઈને થોરાળા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક આડે ગાય ઉતરતા બાઇક સ્લીપ થયું હતું જેથી રણછોડભાઈ ભાડજાને ઇજાઓ થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના મીરા પાર્કમાં રહેતા ગુણવંતીબેન હરિલાલ ભગલાણી (72) નામના વૃદ્ધા બાઇકમાં બેસીને મોરબી તાલુકાના નાગલપર ગામના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી વૃદ્ધાને ઈજા થહોવાથી ઇજાગ્રતને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News