મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં નગરપાલિકા ઉપરાંત નવ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો: નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબી મહાપાલિકામાં નગરપાલિકા ઉપરાંત નવ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો: નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું

સરકારે ગઇકાલે મોરબી પાલિકાને મહાપાલિકા બનાવી છે અને તેને લઈને જરૂરી નોટિફિકેશન પણ બહાર પડી દેવામાં આવ્યું છે અને મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ જુદીજુદી ગ્રામ પંચાયતોને મોરબી મહાપાલિકામાં સમાવેલ છે જેમાં નવ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને જે ગ્રામ પંચાયતોને મોરબી મહપાલિકામાં લેવામાં આવેલ છે તેમાં શકત શનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) અને માધાપર-વજેપર ઓ.જી. પંચાયતનો સમાવેશ થાય છે.

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બને તેનું સપનું છેલ્લા ઘણા સમયથી સહુ કોઈ જોઈ રહ્યા હતા કારણ કે, જો મહાનગરપાલિકા બને તો લોકોને સારી સુવિધા મળશે તેવી સહુ કોઈને અપેક્ષા હતી તેવામાં આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા મંજુર કરવામાં આવી છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પડી દેવામાં આવેલ છે અને મોરબી શહેરની આસપાસની નવ ગ્રામપંચાયતોનો સમાવેશ કરીને મોરબીને મહાનગરપાલિકા બનાવમાં આવી છે

આ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલમાં રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ ખરે ની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની બેચના આઇએએસ અધિકારી સ્વપ્નિલ ખરે અગાઉ બનાસકાંઠાના ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી અને હાલમાં તેઓ રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા દરમિયાન તેમની બદલી સાથે બઢતી આપીને મોરબી નગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓની પાસે મોરબી શહેરી વિસ્તારના લોકોને અનેક અપેક્ષાઓ છે.






Latest News