મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુ સાથે બોલાચાલી-માથાકૂટ થતા ઝેરી દવા પી ગયેલ વહુ સારવારમાં


SHARE







મોરબીમાં સાસુ સાથે બોલાચાલી-માથાકૂટ થતા ઝેરી દવા પી ગયેલ વહુ સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતી પરણીતાને તેના સાસુ સાથે બોલાચાલી અને માથાકૂટ હોવાથી લાગી આવ્યું હતું જેથી તેને ઝેરી દવા પી લીધી હતી ત્યાર બાદ તેને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા નામીનબેન તૈયાભાઈ અન્સારી (29) નામની મહિલાએ વિજયનગરમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી બનાવની પ્રાથમિક તપાસ રાજુભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં આ બનાવ અંગે મહિલાના પતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેના પત્નીને તેઓની માતા સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જેથી તે બાબતે તેને લાગી આવતા આ પગલું ભર્યું હતું

યુવાન સારવારમાં

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન કિરણ કાળુભાઈ ડામોર (18) નામના વ્યક્તિનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી તેને કાંડાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લીધી

મોરબીના લખધીપુર રોડ ઉપર આવેલ મેટ્રોસિટી સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સાહિલ અલીભાઈ (24) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સોના સિરામિક સામેના ભાગમાં અજાણ્યો 55 વર્ષનો આધે વ્યક્તિ પડી જતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને 108 ને બોલાવીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News