મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્યુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ફરીયાદથી ખડભડાટ: કલાસીસના સંચાલકને બેફામ માર માર્યો હોય સારવાર હેઠળ, ચોંકાવનારા ખુલાસાના એંધાણ


SHARE







વર્તમાન સમયમાં સમાજ માટે ચિંતાજન કહી શકાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવતા હોવા અંગેની હાલમાં ભોગ બનેલ સગીરા ની માતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે જોકે ફરિયાદ નોંધાવી તૈયાર પહેલા સગીરાના પરિવારજનો સહિતનાઓ દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસ ખાતે જઈને તેના સંચાલકને બેફામ મારવામાં આવ્યો હતો જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલ ટ્યુશન ક્લાસીસનો સંચાલક હાલમાં સારવાર હેઠળ છે અને તેના તરફથી પણ વળતી ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ છે.

જાણવામાં મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે હાલમાં ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીની માતા દ્વારા અડપલા અને છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અંગેની વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ત્યાં આવતી હતી તેની છેલ્લા 15 દિવસથી છેડતી કરવામાં આવતી હતી તે પ્રકારની ફરિયાદ સગીરાની માતા દ્વારા નોંધાવવામાં આવે છે જેના આધારે પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ આ ફરિયાદ નોંધાય તે પહેલા ગઈકાલે બપોરે 4:30 થી 5:00 વાગ્યાના અરસામાં ભોગ બનેલ સગીરાના પરિવારજનો તેમજ તેની સાથે અન્ય લોકો ટ્યુશન ક્લાસીસે પહોંચ્યા હતા અને ત્યાંના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીને બેફામ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને ફેક્ચર જેવી ઇજાઓ થયેલ છે અને હાલ માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ બનાવ સંદર્ભે કલાસીસના સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવે અને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ આગામી સમયમાં થાય તેવી શક્યતાઓને હાલમાં નકારી શકાય તેમ નથી.






Latest News