મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે


SHARE







મોરબીમાં ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે

સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ નો તા. ૨૧/૧૨/૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાની સ્પર્ધાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે

કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સમા આ કલા મહાકુંભ અન્વયે તા. ૨૧ ના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ શ્રીમતી એલ.કે. સંઘવી સ્કુલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે, તા. ૨૨ ના રોજ હળવદ તાલુકા કક્ષાએ સાનિધ્ય સો. કોમ્યુનિટી હોલ-૨ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે, તા. ૨૫ ના રોજ ટંકારા તાલુકા કક્ષાએ નાલંદા વિદ્યાલય ખાતે સવારે ૦૮:૦૦ કલાકે, મોરબી તાલુકા કક્ષાએ ૨૯ સવારે ૦૮:૦૦ કલાકે અભિનવ કુલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે તથા ૩૦ ના રોજ માળીયા તાલુકા કક્ષાએ મોડેલ સ્કૂલ - મોટી બરાર ખાતે બપોરે ૦૨:૦૦ કલાકે યોજાશે. તાલુકા કક્ષાએ કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલી સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જવાનું થશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.






Latest News