મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન


SHARE











મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન

મોરબી પાલિકાવાહનકર માટેની તૈયારી કરેલ છે અને જાહેર નોટિસ આપેલ છે ત્યારે જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને વાહનકર વિરુદ્ધ વાંધા અરજી અને લેખિત આવેદનપત્ર આપેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા કોઈપણ વ્યક્તિ વહાન લે તો વહાનકર ચુકવવો પડશે. તેના માટેની કાર્યવાહી કરેલ છે. હાલમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, આરોગ્યની સુવિધાનો અભાવ હોવા છતાં પાલિકા દ્વારા વહાનકર નામનો વેરો આમ જનતા પર નાખવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને આર્થિક ઘણું સહન કરવું પડે તેવી પરિસ્થિતી ઊભી થવાની છે જેથી નાના લોકોની રોજીરોટી ન છીનવાઇ તે માટે વાહન કર અમલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી છે. અને છતાં પાલિકા દ્વારા આ કર લગાવવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે  અને હાલમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના ઠરાવ વિરુદ્ધ 50 જેટલી વાંધા અરજીઓ આપવામાં આવેલ છે. આ તકે જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News