મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE











મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યસનમુક્તિ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના બગથળા ગામે ભાઈઓ, બહેનો અને યુવાનો માટે જુદા જુદા ચાર વિભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ નકલં મંદિર ખાતે રાખવામા આવેલ હતો જેમાં ગામના 25 થી વધુ યુવાનો અને બહેનોએ ભાગ લીધો હતો અને વક્તવ્ય રજૂ કર્યા હતા ત્યારે બગથળા નકલં મંદિરના મહંત દામજીભગત, કોમનમેન ફાઉન્ડેશનના સ્થાપક ડો. સતીષભાઈ પટેલ, ડો. રાકેશભાઈ તથા નિર્ણાયક તરીકે મોરબીના વક્તા અને બ્રહ્મ સમાજના આગેવાન રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રો. મનહર સુદ્રા અને માહિતી ખાતાના બળવંતસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રત્યેક વિભાગમાં ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ ઠોરીયાએ કર્યુ હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રાસાલાભાઈ, ધરતીબેન બરાસરા તથા બગથળાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલયના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.






Latest News