મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 37,500 ની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ ફરાર


SHARE







ટંકારાના નેસડા (ખા) ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 37,500 ની રોકડ સાથે ત્રણ પકડાયા, ત્રણ ફરાર

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં નદી તરફ જવાના રસ્તા ઉપર વાડી પાસે જાહેરમાં ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગાની રેડ કરવામાં આવતા જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ થઈ ગઈ હતી અને ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની 37,500 ની રોકડ સાથે ધરપકડ કરી હતી જોકે નાસી છૂટેલા ત્રણ સહિત કુલ છ શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં ડેમીને તરફ જવાના રસ્તે ભુદરભાઈ પરસોતમભાઈની વાડી પાસે કાચા રસ્તે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશભાગ ચી ગઈ હતી જોકે, એલસીબીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી નારણભાઈ પ્રાગજીભાઈ ભાડજા (54) રહે. નેસડા (ખા), ઓધવજીભાઈ માધવજીભાઈ જીવાણી (64) રહે ખાનપર, પ્રવીણભારતી નારણભારતી ગોસ્વામી (70) રહે. રાજપર વાળની ધરપકડ કરી હતી અને આ ત્રણ શખ્સો પાસેથી પોલીસે 37,500 ની રોકડ કબજે કરી હતી અને પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે નાસી છુટેલા શખસોમાં ઈબ્રાહીમભાઇ ગુલામભાઈ સંધિ રહે નસીપર, મુકેશભાઈ ધીરુભાઈ કોળી રહે. નેસડા (ખા) અને શૈલેષભાઈ સવજીભાઈ ઘોડાસરા રહે ખાનપર વાળાનો સમાવેશ થતો હોય હાલમાં છ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને નાસી ગયેલા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તજવી હાથ ધરવામાં આવી છે.

વરલી જુગાર

વાંકાનેરના વેલનાથ પરા નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા કલ્પેશ ઉર્ફે શક્તિ મેઘજીભાઈ સોલંકી (42) રહે. આરોગ્યનગર ગાયત્રી મંદિર સામે વાંકાનેર વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 4600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News