મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

રાજકોટ રેલ્વે ડિવિઝને ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં છેલ્લા નવ મહિનામાં 4.40 કરોડનો દંડ વસૂલ કર્યો


SHARE







રાજકોટ રેલ્વે ડિવિઝને ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં છેલ્લા નવ મહિનામાં 4.40 કરોડનો દંડ વસૂલ કર્યો

મુસાફરોને આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે રાજકોટ રેલવે ડિવિઝન માં મેલ/એક્સપ્રેસ, હોલિડે સ્પેશિયલ તેમજ લોકલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અનેક ટિકિટ ચેકિંગ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી, જેમાં રૂ. 4.40 કરોડ મળ્યા હતા.

નવેમ્બર, 2024 દરમિયાન ટિકિટ વિનાના, લગેજ બુક ન કરાવ્યો હોય તેવા અને ઉચ્ચ વર્ગમાં યાત્રા કરતાં હોય એવા અનાધિકૃત/અનિયમિત મુસાફરી ના 6377 મામલા શોધીને થી  રૂ. 41.22 લાખની રકમ વસૂલ કરવામાં આવી હતી. ગેરકાયદેસર મુસાફરોને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અંદાજે 62803 અનધિકૃત યાત્રીઓ પાસેથી 4.40 કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન લોકોને હંમેશા યોગ્ય ટિકિટ લઈને સન્માન સાથે મુસાફરી કરવાની અપીલ કરે છે.






Latest News