મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા


SHARE







મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે બસમાંથી ઉતર્યા બાદ કોલેજે જવા માટે નીકળેલી યુવતી કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ જેથી તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંંયાણાના જૂના ઘાંટીલા ગામે રહેતા વિમલભાઈ મહાદેવભાઇ વિડજા પટેલ (૪૯) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેરાત કરવામાં આવી હતી કે તેઓની ૨૦ વર્ષીય પુત્રી દીક્ષિતાબેન વિમલભાઈ વિડજા તા.૨૨ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે તેઓની સાથે ઘાંટીલા ગામેથી બસમાં મોરબી આવ્યા હતા અને નવા બસ સ્ટેશન ખાતે કોલેજ જવાનું કહીને ઉતર્યા હતા અને બાદમાં તેણી ઘરે પરત આવેલા ન હોય તેમજ ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પતો લાગેલ નહીં જેથી પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી હતી અને ગુમ થયેલી યુવતી અંગે શોધખોળ શરૂ કરવામાં આવેલ.દરમિયાનમાં સામે આવ્યુ હતુ કે દિક્ષિતાબેનને છેલ્લા ત્રણેક વર્ષથી મોરબી ખાતે રહેતા વિવેકભાઈ મનસુખભાઈ સંતોકી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તેની સાથે તેણીએ સુરતના કામરેજ ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા અને તેઓ ત્યાં રહેતા હતા અને ગુમસુધા પોલીસ ફરીયાદની જાણ કરવામાં આવેલી હોય તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા પાસે આવેલ કોંઢ નજીકના રતનપર ખાતે રહેતા કાળુભાઈ નથુભાઈ ડોડીયા નામના ૫૪ વર્ષીય આધેડને કોંઢ ચોકડી પાસે અજાણ્યા વાહનની હડફેટે ઇજા પામેલ હાલતમાં વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો એક વર્ષનો અંશુ દિનેશભાઈ રાજભર નામનો બાળક રમતા રમતા ગરમ પાણીમાં દાજી જતા સારવાર માટે સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી નજીકના ધરમપુર ગામે ઘર પાસે થયેલ ધોકા-પાઇપ વડેની મારામારીમાં ઇજા પામેલા હાલતમાં કિશન કાંતિભાઈ નાયક નામના ૩૨ વર્ષના યુવાનને મોરબી સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકમાં જાણ થતા સ્ટાફના એ.એમ. ઝાપડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે રહેતા રામકુભાઈ દેહાભાઇ ખાચર નામના ૮૦ વર્ષના વૃદ્ધ કુંઢડા ગામેથી ચોટીલા તરફ જતા હતા.ત્યારે રસ્તામાં મંદીર નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે વધુ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News