મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિત ત્રણ જેલ હવાલે


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિત ત્રણ જેલ હવાલે

મોરબીના નવા ધરમપુર ગામે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જો કે, તેના શરીર ઉપર મારના નિશાન જોવા મળ્યા હતા જેથી કરીને મૃતક મહિલાના  ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની બહેનને મારવા માટે મજબૂર કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી નજીકના નવા ધરમપુર ગામે રહેતા સંજયભાઈ ઉપાસરિયાના પત્ની કિરણબેન ઉપાસરિયા (35)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાન જોવા મળ્યા હતા જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે તેની બહેનને મારવા માટે મજબૂર કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. આ ગુનામાં પીએસઆઈ એન.બી. ડાંગર અને રાઇટર વિજયભાઈ ડાંગર દ્વારા મૃતક મહિલાના પતિ સંજયભાઈ મધુભાઈ ઉપસરિયા (32), મધુભાઈ લાખાભાઇ ઉપસરિયા (70) અને લવિંગા મધુભાઈ ઉપસરિયા (65) રહે. ત્રણેય નવા ધરમપુર મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. તેવી માહિતી પોલીસ પાસેથી મળેલ છે.






Latest News