મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈ ગેંગ છે જ નહીં, જો હોય તો તેની સામે હું લડવા માટે તૈયાર છું: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીમાં કોઈ ગેંગ છે જ નહીં જો હોય તો તેની સામે હું લડવા માટે તૈયાર છું: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં પાટીદાર સમાજના એક બે નહીં પરંતુ 200 જેટલા યુવાનો દ્વારા કલેક્ટરને અરજી કરીને હથિયાર લાયસન્સ આપવાની માંગ કરી છે. તે બાબતે મોરબીના ધારાસભ્યએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “મોરબીની આસપાસના વિસ્તારમાં 3,000 જેટલા કારખાને આવેલા છે તેમાં ધાક ધમકી આપીને કોઈ પૈસા પડાવવા ગયા હોય તેવો દાખલો આજ સુધીમાં મોરબીમાં બન્યો નથી અને મોરબીમાં આજની તારીખે કોઈ ગેંગ પણ નથી અને કોઈ ગેંગ હોય તો તેની સામે જાહેર જીવનમાં હું લડવા માટે તૈયાર છે”

મોરબીમાં પાટીદાર યુવા સંઘ દ્વારા મનોજ પનારાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈને કલેકટરને એક સાથે 200 જેટલી અરજીઓ આપીને કલેક્ટર પાસેથી પોતાના સ્વરક્ષણ માટે થઈને હથિયારના લાયસન્સની માંગણી કરવામાં આવી છે કારણ કે છેલ્લા સમયગાળા દરમિયાન મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર લુખાગીરી અને દાદાગીરીએ માઝા મૂકી છે તેમજ યુવાનોને વ્યાજખોરી અને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવા સહિતની ઘટનાઓ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં બની છે અને જો રૂપિયા ન આપવામાં આવે તો અપહરણ કરવામાં આવે, મારામારી કરવામાં આવે તેવી આવી ઘટનાઓ પણ બની છે.

ત્યારે ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદો લેવામાં કાંતો વિલંબ થાય અથવા તો ફરિયાદ લીધા પછી પણ કડક હાથે કાર્યવાહી નથી થતી તેવો આક્ષેપ પાટીદાર યુવા સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો અને પાટીદાર સમાજના યુવાનોએ પોતાના રક્ષણ માટે હથિયારના લાયસન્સ માટેની અરજીઓ કરી છે તે બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરતા તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “મોરબીની આસપાસના વિસ્તારમાં એક બે નહીં પરંતુ 3,000 જેટલા નાના મોટા કારખાના આવેલા છે અને આ કારખાનાની અંદર આજ દિવસ સુધીમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિને ધાક ધમકી આપીને કોઇની પાસેથી પૈસા પડાવ્યા હોય તેવી ઘટના બનેલ નથી. આટલું જ નહીં પરંતુ આજની તારીખે મોરબીમાં કોઈ ગેંગ પણ નથી અને જો કોઈ ગેંગ હોય તો તેની સામે જાહેર જીવનમાં હું લડવા માટે તૈયાર છું”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2017 માં તેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા ત્યાર પછીના પાંચ વર્ષ દરમિયાન થોડા ઘણા દૂષણો આવ્યા હતા જેમાં પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીના જે દૂષણો છે તેને ડામવા માટે થઈને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને કલેક્ટર, એસપી અને સરકાર દ્વારા અવારનવાર જે લોકો વ્યાજખોરી સહિતના ગુનામાં પકડાયેલ હોય છે તેની સામે પાસા કરવામાં આવે છે જો કે, ત્યારબાદ તે છૂટી જાય તો તેમાં અધિકારી કે સરકાર જવાબદાર નથી. પરંતુ મોરબીના લોકોને કોઈપણ સમસ્યા હોય કે પછી કારખાનેદાર પાસે કોઈપણ શખ્સ ધાક ધમકી આપીને રૂપિયા લેવા માટે આવે કે પછી રૂપિયાની માંગણી કરે તો હું કાયમી ભોગ બનેલા લોકોની સાથે રહીશ. તેવી લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરેલ છે.






Latest News