મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના નામે 3.30 લાખની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના નામે 3.30 લાખની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના સનાળા ગામે રહેતા યુવાનને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સોનાની ચેનસોનાની બુટ્ટીસોનાની વીંટી તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને 3.30 લાખ રૂપિયાના મુદામાલનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના સનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયા (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે. સનાળા ગામ રામજી મંદિર પાસે મોરબી વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આશરે બે મહિના પહેલા આરોપીએ ફરિયાદીને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધા હતા અને વિધિ કરાવવાના બહાને તેની પાસેથી સોનાની એક અઢી તોલાની ચેન, સોનાનો કાપ અડધા તોલાનો, સોનાની છ નંગ બુટ્ટી અને સોનાની બે વીંટી તે ઉપરાંત રોકડા રૂપિયા 50,000 આમ કુલ મળીને 3.30 લાખનો મુદ્દામાલ લીધેલ હતો અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.આર.જાડેજા તથા રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી નિલેશગીરી ઉર્ફે નલિનગીરી મોતીગીરી ગોસાઈ જાતે બાવાજી (55) રહે. સનાળા રામજી મંદિર પાછળ મોરબી હાલ રહે. રાસંગપુર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર તથા ચંદ્રસિંહ બટુકભા ઝાલા જાતે દરબાર (43) રહે સનાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News