ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન 


SHARE











મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન 

નવા વર્ષની શરૂઆત થઈ ગયેલ છે ત્યારે ભાજપ દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું વિધાનસભા વાઇઝ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે તેમજ ટંકારા-પડધરીના ધારાસભ્ય દ્વારા આજે મંગળવારે સાંજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન ઉમા ટાઉનશિપ ખાતે વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષ નિમિતે સ્નેહમીલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 16/11 ને શનિવારના રોજ સાંજે 5:00 કલાકે ઉમા ટાઉનશીપ મોરબી ખાતે આ સ્નેહ મિલન યોજાશે જેમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, સાંસદ પૂનમબેન માડમ, ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્વશીબેન પંડ્યા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, કમળાબેન ચાવડા સહિતના હાજર રહેશે.

આજે સાંજે ટંકારા-પડધરીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન  

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા-પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 12 ને મંગળવારના રોજ સાંજે 4:00 કલાકે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ મોરબી રાજકોટ હાઈવે વિરપર ખાતે આ સ્નેહ મિલન રખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને કેશરીદેવસિંહ ઝાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, પ્રવિણાબેન રંગાણી, હિતેષભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેશે.






Latest News