મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સત્તર તાલુકા બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું સ્નેહમિલન યોજાશે


SHARE







મોરબી : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સત્તર તાલુકા બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું સ્નેહમિલન યોજાશે

મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું વિક્રમ સંવત ૨૦૮૧ નું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન પરિવાર સાથે યોજાશે

શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે તેઓની સંસ્થામાં નોંધાયેલા જ્ઞાતિના સભ્યોનું સ્નેહમિલન સંસ્થાની ભોજન શાળા ખાતે રાખવામાં આવશે. આગામી દિનાંક 17/11/2024 રવિવારના રોજ સાંજે 05:30 કલાકે યોજનાર આ સ્નેહમિલનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ભોજનશાળા),  વાંકાનેર દરવાજા પાસે, સબજેલ આગળથી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ દિનાંક 8/11 થી 16/11 સુધીમાં ભોજન-પાસ મેળવી લેવાના રહેશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા યાદીમાં જણાવ્યું છે.






Latest News