મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







મોરબીમાં કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર ૧ માં દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,260 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી વિગત મુજબ તમારે મોરબી એ ડિવિજન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલિકા પ્લોટ શેરી નંબર ૧ માં આવેલ ગોલ્ડન સેન્ટર પ્રાઇઝ નામની દુકાન પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલ સદરૂદિનભાઈ હાજિયાણી (55), સીયાજભાઈ રહેમતુલાભાઈ સુરાણી (59) અને શાહબુદ્દીન રહેમતુલ્લાભાઈ સુરાણી (62) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,260 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News