મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન પચાવી પડનારા ભાડુઆતની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ


SHARE







મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન પચાવી પડનારા ભાડુઆતની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ

મોરબીની ઉમા ટાઉનશીપમાં શોપિંગ સેન્ટરની દુકાન ભાડુઆતે પચાવી પાડેલ હતી જેથી કરીને મોરબીના ધારાસભ્યના ભત્રીજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી અને તેના આધારે તપાસનીસ અધિકારી દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભત્રીજા કૌશીકભાઈ શાંતિલાલ અમૃતિયા (33)એ ગઇકાલે ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા રહે. મોરબી વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું છે કેમોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ડી શોપિંગ સેન્ટરની દુકાન નં. ડી- 14 આરોપીએ ભાડે રાખેલ હતી જેનું માર્ચ 2023 સુધી ભાડું આપેલ હતું ત્યારબાદ કોઈ ભાડું આપેલ નથી અને દુકાન નં. ડી- 14 ખાલી નહીં કરીને દુકાનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે અને દુકાન પચાવી પાડી તેનો વપરાશ ચાલુ રાખેલ છે જેથી હાલમાં કૌશિકભાઇ અમૃતિયાની ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપી ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા (64) રહે. ઉમા ટાઉનશિપ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News