મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSC ની તૈયારી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃતિ


SHARE







મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSC ની તૈયારી કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃતિ

મોરબી જિલ્લાના વતની હોય અને ધોરણ-૧૨ માં ૭૦ ટકાથી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSC ની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય અને UPSC ની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.પસંદ થયેલ વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.૧૫૦૦૦ અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું વિચારણા હેઠળ છે.આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ પ્રેસ નોટ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૫ માં રૂમ નં.૧૪૬, શિક્ષણ શાખા, પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ,મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે.અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી,મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે.તેમ જિલ્લા વિકાસ અધિકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News