સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી નજીક હાઇવે રોડે રિક્ષાની રેસ કરતા શખ્સને પોલીસે પકડ્યો


SHARE











મોરબી નજીક હાઇવે રોડે રિક્ષાની રેસ કરતા શખ્સને પોલીસે પકડ્યો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બાઈકના સ્ટંટ કરતાં શખ્સો જોવા મળે છે અને તેના વિડીયો વાઇરલ થાય તે પછી પોલીસ હરકતમાં આવે છે આવી જ રીતે તાજેતરમાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે સીએનજી રીક્ષાના ચાલકોએ રેસ લગાવી હતી અને તેનો વિડીયો કેમેરામાં કેદ થયેલ હતો જેથી કરીને પોલીસે વિડીયો આધારે કાર્યવાહી કરી હતી જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, વિડીયોમાં દેખાતી સીએનજી રિક્ષાના નંબર જીજે 3 એ એક્સ 4123 હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ઇ ગુજ કોપથી સર્ચ કરીને વાહનની ડીટેઇલ મેળવી હતી. અને બાદમાં રિક્ષા ચાલક અકરમશા હુશેનશા શાહમદાર (20) રહે. વજેપર મેઇન રોડ જીતેન્દ્ર પાન પાસે મોરબી વાળાને પકડીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયાની સૂચના મુજબ પીએસઆઈ ડી.બી.ઠક્કર અને દેવાયતભાઈ ગોહેલ તથા ભાનુભાઇ બાલાસરા દ્વારા કરવામાં આવી હતી






Latest News