મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે એરપોર્ટનું કામ વહેલી તકે પૂરું કરીને વિમાનની ઉડાન શરૂ કરવાની માંગ


SHARE







મોરબીના રાજપર ગામે એરપોર્ટનું કામ વહેલી તકે પૂરું કરીને વિમાનની ઉડાન શરૂ કરવાની માંગ

મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની વાતો દિવસો કે મહિનાઓથી નહીં પરંતુ વર્ષોથી કરવામાં આવી રહી છે જો કે, કામ ઝડપથી આગળ વધી રહ્યું નથી ત્યારે મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ (RGPRS)ના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ આ બાબતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે જેમાં તાત્કાલિક એટપોર્ટ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

હાલમાં કાન્તિલાલ ડી. બાવરવાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, છેલ્લા કેટલાક વર્ષો થી મોરબીને એરપોર્ટ આપવાની લોલીપોપ આપવામાં આવે છે. દરેક ચુંટણી સમયે કઈકને કઈક કામનું ખાતમુહરત  પણ કરવામાં આવે છે. પણ ચુંટણી પૂરી થઇ જતા જ કામો ઠપ થઇ જાય છે. આમ ફક્ત ચુંટણી આવે ત્યારે જ કામ યાદ કરવામાં આવે છે. અને મોરબીની પ્રજાને લોલીપોપ આપીને મુર્ખ બનાવવામાં આવે છે. જે શહેરમાં આઝાદી પહેલા એરપોર્ટ હતું. ત્યાં હવે ફક્ત એરપોર્ટ કરવાના વાયદાઓજ આપવામાં આવે છે. જે એરપોર્ટ મોરબી ના મહારાજા દ્વારા કરવામાં આવેલ તે હવે ભારત સરકાર પણ કરી શક્તિ નથી?  કેવી મોરબીની કમનશીબી છે.?

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી સિરામિક ઉદ્યોગના માધ્યમથી દેશ તેમજ વિદેશના ઘણા સેન્ટરો સાથે જોડાયેલું છે. ત્યારે જો જલ્દી એરપોર્ટ ચાલુ થાય તો હાલમાં મંદીમાં સપડાયેલ  સિરામિક ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થાય તેમ છે. જેથી કરીને એરપોર્ટનું કામ જલ્દી પૂરું કરાવીને  વિમાન પ્રવાસ માટે ખુલ્લું મુકવામાં આવે તેવી  માંગ કરી છે. અને આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News