મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક મળશે


SHARE







મોરબીમાં ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક મળશે

ગૌમાતા રાષ્ટ્ર માતા તરીકે પ્રસિદ્ધ થાય તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને આગામી તા 6/10 ના રોજ રવિવાર સાંજે 5:00 વાગે મોરબી સર્કિટ હાઉસ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠન દ્વારા રાખવામાં આવી છે જેમાં મોરબી સર્વે હિન્દુ સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને હાજર રહેવા માટે જણાવ્યુ છે.

ભારતમાં હિન્દુઓ ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ વગેરે તમામ ધર્મશાસ્ત્રો ગાયને પશુ ગણવા માટે ના પાડે છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુની શ્રેણીમાં ગણી છે આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ રાજ્ય સરકારનો વિષય બનાવેલ છે. અને આ ધાર્મિક આસ્થાનો મામલો હોય બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવો અને સંપૂર્ણ ભારતમાં ગોવંશ હત્યા પ્રતિબંધિત કાનૂન બનાવી ગૌમાતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગોમાતાને રાષ્ટ્રમાતાના પદ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અને આ માંગણીને લઇને ચારેય પીઠના શંકરાચાર્યોના નેતૃત્વમાં હિન્દુ સમાજ ગોમાતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા અભિયાન ચલાવે છે. અને જગદ્ગુરુ શંકરાચાર્યજીની અધ્યક્ષતા ગોસંસદ દિલ્હી ખાતે મળેલ હતી.

ત્યારે મોરબીમાં જે મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠન દ્વારા રાખવામા આવેલ છે તેમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી,  ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, મહાકાલ ગ્રુપ મોરબી, દલવાડી કનૈયા ગ્રુપ, શિવ શક્તિ સેવા સંગઠન, અર્જુન સેના, હિન્દુ જાગરણ મંચ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય, બજરંગ દળ સહિતના સર્વે હિન્દુ સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.






Latest News