મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રાચીન ગરબા અને અર્વાચીન રાસોત્સવમાં સી-ટીમનો બાજ નજર: ઠેરઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: પહેલા જ દિવસે પોલીસનો સપાટો


SHARE







મોરબી જિલ્લામાં પ્રાચીન ગરબા અને અર્વાચીન રાસોત્સવમાં સી-ટીમનો બાજ નજર: ઠેરઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: પહેલા જ દિવસે પોલીસનો સપાટો

મોરબી જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસની સી ટીમ કાર્યરત થઈ ગયેલ છે અને જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ગરબીઓમાં જઈને ત્યાં ચેક કરવામાં આવે છે અને જો કોઈપણ શખ્સ રોમિયોગીરી કરતાં પકડાઈ તો તેની  સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. જો કે પહેલા જ દિવસે મોરબી શહેરમાં નશાની હાલતમાં નીકળેલા 6 શખ્સ અને નંબર પ્લેટ વગરના કે પછી મોડીફાઇડ સાઈલેન્સર લગાવેલા 18 વાહનોને ડિટેઇન કરવામાં આવેલ છે અને આખા જીલ્લામાં ઠેર ઠેર પ્રાચીન અને અર્વાચીન ગરબામાં પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે.

નવરાત્રીમાં છોકરીઓની છેડતીની ઘટનાઓને રોકવા માટે આ વખતે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ અને ડીવાયએસપી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે. અને નવરાત્રી દરમ્યાન છોકરીઓની છેડતીની ઘટના રોકવા માટે મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબાના સ્થળે જઈને ત્યાર મહિલાઓ સાથે ગરબા રમશે અને ત્યાં કોઈ પણ શખ્સ દ્વારા રોમિયોગીરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવશે તો પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જીલ્લામાં કુલ મળીને નવ સી ટીમ કાર્યરત કરવામાં આવી છે અને પહેલા જ નોરતાથી મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કોન્સટેબલ સહિતના ટ્રેડિશનલ ડ્રેસ સાથે રસોસત્સવમાં પહોચ્યા હતા અને ત્યાં મહિલાઓ સાથે ગરબા પણ લીધા હતા અને આટલું જ નહીં અર્વાચીન રાસોત્સવમાં આવતા તેમજ રોડ ઉપરથી પસાર થતાં લોકોમાં નશો કરીને નીકળેલા શખ્સોને પકડવા માટેની પણ કાર્યવાહી કરી હતી અને કેટલા વાહન ચાલકો અને નશો કરેલા શખ્સો મળી આવ્યા હતા તેને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.આર. સોનારાએ જણાવ્યુ હતું કે, સી ટીમ દ્વારા નવરાત્રીમાં કોઈ બનાવ ન બને તેના માટે સતત વોચ રાખવામા આવી રહી છે અને ખાસ કરીને મહિલા પોલીસ ગરબા રમીને મહિલાઓની વચ્ચે રહેલા શખ્સોમાંથી કોઈ તેમણે હેરાન ન કરે તેના માટે કામગીરી કરી રહી છે તો મહિલા પોલીસ કોન્સટેબલ પૂનમબેન ચૌધરીએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં પોલીસ બહેનોની સલામતી માટે સતત એક્ટિવ છે જો કે, ગરબે રમવા માટે આવેલ યુવતીઓને ખાસ ટકોર કરતાં કહ્યું હતું કે, અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા રમવું નહીં અને પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ તેની પાસેથી લેવો નહીં, તેમજ અપરિચિત વ્યક્તિઓ સાથે ફોટો કે વિડીયો લેવા નહીં, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવી નહીં.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પહેલા નોરતાથી જ શહેરના જુદાજુદા વિસ્તારમાં વાહન ચેકિંગ સહિતની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને તે રમ્યાન મોરબી શહેરમાં નશાની હાલતમાં નીકળેલા 6 શખ્સને પકડવામાં આવેલ છે અને નંબર પ્લેટ વગરના કે પછી મોડીફાઇડ સાઈલેન્સર લગાવેલા 18 વાહનોને ડિટેઇન કરવામાં આવેલ છે. અને આવી કામગીરી નવરાત્રિ દરમ્યાન ચાલુ જ રાખવામા આવશે. તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, ખેલૈયાઓ મોડે સુધી શાંતિપૂર્ણ માહોલમાં ગરબા લઈ શકે તે માટે કલેક્ટર  અને એસપી સાથે મિટિંગ કરીને જરૂરી સૂચના આપી હતી અને આખા જીલ્લામાં ઠેર ઠેર પ્રાચીન અને અર્વાચીન ગરબામાં પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે જેથી કરીને બહેન દીકરીઓ શાંતિપૂર્ણ માહોલમાં રાસ રમી રહી છે.






Latest News