મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટીકના ઝબલાના દંડ ફટકારતી પાલિકા શહેરના ઉકરડા-ગંદકી ક્યારે હટાવશે ?


SHARE







મોરબીમાં પ્લાસ્ટીકના ઝબલાના દંડ ફટકારતી પાલિકા શહેરના ઉકરડા-ગંદકી ક્યારે હટાવશે ?

મોરબી શહેરમાં હાલ સફાઈના નામે મીંડું છે અને પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી હોય શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ગંજ જામ્યા છે જેને લઇને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે કે આગામી નોરતા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને હોસ્પિટલ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

મોરબીના જગદીશભાઈ બાંભણિયા સહિતના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસર, કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં નોરતા અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેશનની સામેનો ભાગ કે જ્યાં અનેક હોસ્પિટલ આવેલ છે ત્યાં ઘણા સમયથી ગટર છલકાઈ રહી છે અને રોડ ઉપર ગટરની ગંદકી જોવા મળે છે અને 108 પણ નીકળી ન શકે તે પ્રકારે ઉભરાતી ગટરના પ્રશ્નો ત્યાં જોવા મળે છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ સામે અનેક હોસ્પિટલ આવેલ છે અને આ હોસ્પિટલ રોડ ઉપર ગટર ઉભરાવાની વારંવાર ફરિયાદ પાલિકામાં કરવામાં આવેલ છે પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને બીમાર થયેલ લોકો સાજા થવા માટે હોસ્પિટલે આવેલ છે જો કે, ત્યાં ગંદકીના લીધે માંદા પડે તેવી સ્થિતિ છે. જેથી કરીને ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેવામાં આવે તે જરૂરી બન્યું છે અત્રે ઉલેખનીય છે કે, આડેધડ કોમ્પલેક્ષો બનાવિને વરસાદી અને અન્ય પાણીનો નિકાલ બંધ કરવામાં આવેલ છે અને આડેધડ ગટરના કનેક્શન લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સાવસર પ્લોટની જેમ જુદાજુદા વિસ્તારોમાં ગટરની સમસ્યા માથું ઊંચકી રહી છે. મોરબીના ગાંધીચોકની સામેની શેરીમાં અને વિજય ટોકીઝ પાસેની ગંદકી કેમ પાલિકાની ટીમને દેખાતી નથી તે સવાલ છે.

સૌથી ખરાબ હાલત શાકમાર્કેટ વિસ્તારની છે તેવાં સમયે ઝબલાના નામે પાલિકા તંત્ર દ્વારા વેપારીઓને દંડવવામાં આવે છે પરંતુ મોરબીની અંદર છેલ્લા 15 વર્ષથી શાક માર્કેટમાં મુતરડી નથી તેના વિશે પાલિકાએ કશું જ કર્યું નથી. અને શાકમાર્કેટની પાછળ જે લોહાણાપરા વિસ્તાર છે ત્યાં ગંદકીનું કાયમી સામ્રાજ્ય છે ત્યાં પાલિકા કેમ સફાઈ કરતી નથી અને માત્રને માત્ર ઝબલાના નામે દંડ કરવામાં આવે છે જેથી વેપારીઓ સહિતના લોકોમાં પાલિકાની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા હતા  મળી રહ્યો છે. અને પાલિકા શહેરમાંથી ઉકરડા દૂર કરીને દુર્ગંધ મારતી મુતરડીઓને સ્વચ્છ બનાવે તેવિ પણ ટકોર વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા વર્ષોમાં સફાઈ માટે કરોડો રૂપિયાના બિલ પાલિકાન ચોપડે ઉધારવામાં આવેલ છે જો કે, શહેરની હાલત શું છે તે લોકો સારી રીતે જાણે છે.






Latest News