મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વિમેદારને ૩.૨૪ લાખની રકમ મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમિયાનગીરીથી વિમેદારને ૩.૨૪ લાખની રકમ મળી

મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાની કારને નુકશાન થતાં બજાજ એલીયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સમાં વીમો હોઈ તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં તેઓએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરતા અદાલતે વિમા કંપનીને રૂા.૩,૨૪,૨૦૦ ફરીયાદીને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ ફેઈસની વિગત એવી છે કે, મોરબીના વતની રાજેશભાઈ વલ્લભભાઈ બારૈયાએ પોતાની વીટારા બ્રેઝા કાર ૨૦૧૭ ની સાલમાં ખરીદી કરેલ અને ત્યારથી રેગયુલર વીમો બજાજ એલીયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કાુ. માં વીમો ભરતાં તા.૨૧-૫-૨૩ નાં રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજપોલ પાસે સાથે ટકરાતા કારને ઘણુ નુકશાન થયેલ તેમણે તાત્કાલીક મારૂતીના ડીલરને જાણ કરેલ અને ડીલરે વીમા કંપનીને જાણ કરેલ વીમાના કાગળો, આર.સી. બુક, લાયન્સન્સ બધુ સમયસર રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવુ જણાવેલ કે ગાડી ચલાવનાર ગીરધરભાઈ અધારા પાસે જે લાયસન્સ છે તે રીન્યુ કરાવેલ નથી માટે વિમો મળે નહીં.નામદાર કોર્ટ કહયુ કે ગીરધરભાઇએ લાયસન્સ રીન્યુ માટે ઓન લાઇન અરજી કરેલ છે.તે કારણ ચાલે નહી ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપનીને રૂા.૩,૦૯,૨૦૦ કુલ ખર્ચના રૂા.૫,૦૦૦ માનસીક ત્રાસના અને ૧૦,૦૦૦ અન્ય ખર્ચ કુલ રૂા.૩,૨૪,૨૦૦ ચુકવવા તા.૪-૮-૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (પ્રમુખ : મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ) મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ અથવા રામભાઈ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News