મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી-માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ ત્યાં આરતીનો લાભ લીધેલ હતી અને ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ રાત્રે ૯ થી 11:૩૦ ચિત્રા ધૂન મંડળ ના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સત્યનારાયણ કથા, ૫૬ ભોગ અન્નકૂટ, ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. ત્યારે ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, કલેક્ટર કિરણ ઝવેરી સહિતના હાજર રહ્યા હતા અને પાચમાં દિવસે સવારે આરતી બાદ બપોરે કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને વિદાઇ આપી હતી. કાર્યને સફળ બનાવવા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ કોલેજના ટીવાય બીકોમ અને ટીવાય બીબીએના વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News