ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર નજીક પેટ્રોલ પંપ ખાતે કામ કરતો યુવાને ઝેરી દવા પી જતાં બેભાન હાલતમાં સારવાર હેઠળ


SHARE











મોરબીના ધરમપુર નજીક પેટ્રોલ પંપ ખાતે કામ કરતો યુવાને ઝેરી દવા પી જતાં બેભાન હાલતમાં સારવાર હેઠળ

મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ ખાતે રહીને નોકરી કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે રહેતા મૂળ હળવદ તાલુકાના મયુરનગર ગામના રહેવાસી પ્રવીણભાઈ મનુભાઈ લોખિલ (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબીની મંગલમ હોસ્પિટલે તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામે આવેલ ચિન્મયનગરમાં રહેતા રોશનબેન અમિતભાઈ સુમરા (27) નામની મહિલા બાઇકમાં બેસીને ઘરેથી સરવડ તરફ જવા માટે જઈ રહી હતી ત્યારે ઘર નજીક અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જો કે, આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરાઈ છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ કરસનભાઈ બોસિયા (23) નામના યુવાનને ઉમિયાનગર સોસાયટી પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News