મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો


SHARE







મોરબીમાં દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર માસ પહેલા નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર બુટલેગરને પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

મોરબી બી ડીવીઝન પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાનમાં દારૂના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર બુટલેગર પ્રભાતભાઈ ઉર્ફે પરબતભાઈ મથુરભાઈ વાટુકિયા ત્રાજપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે તપાસ કરવામાં આવતા ત્યાંથી પ્રભાત વાટુકિયા મળી આવતા તેને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી આઈ એન.એ.વસાવા, ભગવાનભાઈ, રાજેશભાઈ, વિજયભાઈ, ચંદ્રસિંહ, ભરતભાઈ, ધર્મેન્દ્રભાઈ, પ્રદીપસિંહ, બ્રિજેશભાઈ, યોગેશદાન અને કમલેશભાઈ સહિતની ટીમે કરી હતી.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબીના ખાનપર ગામે રહેતા રવિ શૈલેષભાઈ નામના 15 વર્ષના યુવાનને કપાસમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હતી જેથી અત્રેની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વિજય બામણીયા નામના યુવાનને શહેરના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી અન્ય વાહન દ્વારા તેને હડફેટે લેવામાં આવતા સારવાર માટે દવાખાને લઈ જવા આવ્યો હતો. બાદમાં બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝનના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News