મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિરે શિવ દર્શન-પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિરે શિવ દર્શન-પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવતા દર્શનાર્થીઓ

મોરબી નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે શ્રાવણ મહિનાની અમાસના દિવસે સામન્ય રીતે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે વરસાદને ધ્યાને રાખીને મેળાને રદ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને લોકો પિતૃ તર્પણ કરવા માટે અને શિવ દર્શન કરવા માટે મંદિરે આવ્યા હતા.

વર્ષો પહેલા રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીપુફાલેશ્વેર મહાદેવની સ્થાપના કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી  પિતૃ તર્પણ થાય છે જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણ્વા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આવતા હોય છે.

જો કે, દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને ધ્યાને રાખીને લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. જો કે, પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ રફાળેશ્વર મહાદેવના દર્શન કરીને લોકોએ આજે ધન્યતા અનુભવી હતી. અને આ જગ્યાનું પિતૃ તર્પણ માટે ખૂબ જ મહત્વ છે. માટે શ્રાવણી અમાસના દિવસે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી અને અન્ય રાજ્યમાંથી પણ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં રફાળેશ્વર મહાદેવ મંદિરે આવે છે.






Latest News