મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રિક્ષા લેવા જતાં બે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







ટંકારા તાલુકાનાં વિરપર ગામે તળાવનો કોઝવે ક્રોસ કરીને રિક્ષા લેવા જતાં બે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

ટંકારા તાલુકાના વિરપર ગામે રવિવારે વહેલી સવારે બે યુવાન તળાવનો કોઝવે ક્રોસ કરીને સામાકાંઠે રિક્ષા લેવા જતાં હતા ત્યારે તે બંને પાણીમાં ડૂબી જતા મોરબી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ બંને યુવાને તળાવના સામાકાંઠે રિક્ષા લેવા જઈ રહ્યાં હતાં ત્યારે પાણીમાં ડૂબી જવાના લીધે તે બંને યુવાનના મોત થયેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે રવિવારે ટંકારાના વીરપર ગામે આવેલ તળાવના સામાકાંઠે રીક્ષા લેવા માટે યુવાન વહેલી સવારે જય રહ્યા હતા ત્યારે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સનાળિયા (42) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળિયા (32) નામના બે યુવાન તળાવમાં ડૂબી ગયા હતા જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ત્યાં આવીને પાણીમાં ડૂબી ગયેલા પ્રવિણભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ સાણંદિયાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News