મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીઓથી કંટાળીને યુવતીએ ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીમાં બીમારીઓથી કંટાળીને યુવતીએ ન કરવાનું કરી નાખ્યું

મોરબીના સિપાહીવાસ વિસ્તારમાં રહેતી યુવતીને આંચકી આવતી હોય અમદાવાદ સુધી સારવાર લીધી હતી ત્યારબાદ તેને માનસિક તકલીફ થઈ ગઈ હોવાથી મોરબી અને જામનગર ખાતે સારવાર દીધી હતી તેમ છતાં સારું નહીં થતાં તેને પોતાની બીમારીઓથી કંટાળીને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સિપાઈવાસ માતમ ચોક પાસે રહેતી અફસાનાબેન ગુલામહુસેનભાઈ પઠાણ (29) નામની યુવતીએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીને છેલ્લા દસેક વર્ષથી આંચકી આવતી હતી તેની સારવાર અમદાવાદ ખાતે લીધેલી હતી અને છેલ્લા બે ત્રણ મહિનાથી તેને માનસિક તકલીફ હોય તેના માટેની મોરબી તથા જામનગર ખાતે સારવાર લેવા છતાં પણ તેને સારું થતું ન હતું જેથી પોતાની બીમારીઓથી કંટાળીને યુવતીએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News