મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં યોજનાર છે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની અંતિમ તા. ૧૦/૯/૨૦૨૪ છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીનઅર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીનઅર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ની રાખી શકાશે અને સાથે સંગીત ગાયન વગેરે માટે ૪ વ્યક્તિ રાખી શકાશે અને ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મઆધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૧૦/૯  સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીરૂમ નં. ૨૫૭તાલુકા સેવા સદનબીજો માળલાલબાગ મોરબી-૨ ખાતે રૂબરૂ જમા કરાવવાનો રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ પર સંપર્ક કરી શકાશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News