મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદમાં ચા નાસ્તાના 70 રૂપિયાની ઉઘરાણી કરીને યુવાન સહિત ત્રણ વ્યક્તિને ઢીકાપાટુ, લાકડી, પાઇપ અને હાથમાં પહેરેલા કળા વડે માર માર્યો


SHARE







હળવદમાં ચા નાસ્તાના 70 રૂપિયાની ઉઘરાણી કરીને યુવાન સહિત ત્રણ વ્યક્તિને ઢીકાપાટુ, લાકડી, પાઇપ અને હાથમાં પહેરેલા કળા વડે માર માર્યો

હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતા યુવાન પાસેથી ચા પાણી નાસ્તાના ઉધાર પૈસા લેવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક્ટિવા અને ગાડી લઈને યુવાનની રિક્ષાની પાછળ આવીને યુવાન અને તેની સાથે રહેલ અન્ય બે વ્યક્તિઓને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને ત્રણેય વ્યક્તિને ઢીકાપાટુ, લાકડી અને લોખંડના પાઇપ વડે અને હાથમાં પહેરેલા કળા વડે મારમારીને ઇજા કરી હતી જેથી કરીને ત્રણેયને સારવારમાં લઈ ગયા હતા ત્યાર બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતા નીતિનભાઈ વિનોદભાઈ પરમાર (26)એ હાલમાં જય વડવાળા ટી સ્ટોલના ગલ્લે બેઠેલ માણસ તેમજ એકટીવામાં આવેલા બે શખ્સો અને સ્વીફ્ટ કારમાં આવેલા ચાર શખ્સો આમ કુલ મળીને સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, જય વડવાળા ટી સ્ટોલના ગલ્લા ઉપર બેઠેલ માણસે ઉધાર પૈસા લેવા બાબતે ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તે લોકો ફરિયાદીની રિક્ષામાં ધનાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકટીવામાં આવેલા બે શખ્સોએ આવીને રીક્ષાને રોકાવી હતી અને ફરિયાદી યુવાન તથા સાહેદોને જ્ઞાતિપ્રત્યે અપમાનિત કર્યા હતા અને ગાળો બોલી હતી તેમજ ફરિયાદી અને સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સ્વિફ્ટ ગાડીમાં આવેલા ચાર શખ્સોએ ફરિયાદી તથા સાહેદોને લાકડી અને લોખંડના પાઇપ વડે તથા હાથમાં પહેરેલા કડા વડે માર મારીને ઇજા કરી હતી ત્યારે ફરિયાદી તેમજ સાહેદ જયેશભાઈ અને સુમિતભાઈને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ ટી સ્ટોલે અગાઉ મિત્રો સાથે ગયા હતા ત્યારે 70 રૂપિયા આપવાના હતા તે બાબતે બોલાચાલી અને માથાકૂટ કરેલ છે.






Latest News