ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડેથી 8 બોટલ દારૂ બીયરના 21 ટીન સાથે ત્રણની ધરપકડ


SHARE











મોરબીના પીપળી રોડેથી 8 બોટલ દારૂ બીયરના 21 ટીન સાથે ત્રણની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામથી પીપળી રોડ તરફ જવાના રસ્તા ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે બાઈક ઉપર જઈ રહેલા ત્રણ શખ્સો પાસેથી દારૂની આઠ બોટલ અને બિયરના 21 ટીન મળી આવતા પોલીસે 29,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ મોરબીના મહેન્દ્રનગર ગામથી પીપળી રોડ ઉપર જવાના રસ્તા ઉપર હતી ત્યારે બાઈક નંબર જીજે 36 જે 4853 પસાર થઈ રહ્યું હતું તે બાઇક ઉપર જઈ રહેલા ત્રણ શખ્સોને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની આઠ બોટલો અને બિયરના 21 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો અને બાઈક મળીને કુલ 29,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અમૃતસિંહ ધનુભા જાડેજા જાતે દરબાર (32) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી, હિતેશ હસમુખભાઈ ખરચરીયા જાતે વાણદ (30) રહે. જૂની પીપળી મોરબી અને પ્રવીણ કેશુભાઈ પરમાર જાતે કારડીયા રાજપુત (28) રહે રામકો સોસાયટી ઘૂટું વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂ બીયર તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રવજીભાઈ ગોરાભાઈ મકવાણા (64) નામના વૃદ્ધ ભીમરાવનગરમાંથી બાઇક લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં ઈજા થવાના કારણે વૃદ્ધને હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

રાજકોટ ગોંડલ રોડ ઉપર સર્વિસ રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હીરાબેન દેવજીભાઈ સોલંકી (49) રહે. ગંગા ફોર્જિંગના ગેઇટ પાસે શાપર વેરાવળ વાળાને ઇજાઓ થતાં તેને પ્રથમ સારવાર માટે રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News