ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગર-લાયન્સનગરમાં જુગારની બે રેડ: 10 પકડાયા


SHARE











મોરબીના કુલીનગર-લાયન્સનગરમાં જુગારની બે રેડ: 10 પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર કુલીનગરમાં તેમજ ચરમરીયા દાદાના મંદિર પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ મળીને 46,190 રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધવામાં આવ્યા છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના રમેશભાઈ રાઠોડ અને વિપુલભાઈ કંજારિયાને મળેલ બાતમી આધારે મોરબીના લાયન્સનગરમાં આવેલ ચરમરીયા દાદાના મંદિર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી.ત્યારે જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણભાઈ રવજીભાઈ રેસિયા (28) રહે. લાયન્સનગર ચરમારીયા દાદાના મંદિર પાસે મોરબી, પંકજભાઈ જીવરાજભાઈ પરમાર (26) રહે. વિજયનગર વીસીપરા મોરબી અને કલ્પેશભાઈ સવજીભાઈ રેસિયા (22) લાયન્સનગર ચરમરીયા દાદાના મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,770 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.જ્યારે જુગારની બીજી રેડ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા હસનભાઈ સુલેમાનભાઈ નંગમરા (28) રહે. મદીના સોસાયટી મોરબી, સબીરભાઈ હારુનભાઈ માણેક (28) રહે. વિજયનગર મોરબી, સદામ ઉર્ફે મોસીન હાજીભાઈ જિંગીયા (34) રહે. ઉજાલા ડેરી પાસે વાડી વિસ્તાર વીસીપરા મોરબી, સાજીદ અબ્દુલભાઈ સુમરા (28) રહે. ફૂલછાબ કોલોની મોરબી, હુસેનભાઇ જાકબભાઈ કચ્ચા (30) રહે વીસીપરા કૂલીનગર મોરબી, સાહિલ મહેબૂબભાઈ મોવર (25) રહે. કુલીનગર વીસીપરા મોરબી અને મુસ્તાક હુસેનભાઇ સુમરા (22) રહે કુલીનગર વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય 32,420 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધવામાં આવ્યા હતા.

 મહિલા સારવારમાં

મોરબીના ભડીયાદ પાસે રહેતા જશુબેન ભગવાનજીભાઈ સોમાણી (54) નામના મહિલા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ગાય ઉતરતા તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને જમણા હાથમાં ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News