મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે ઘરમાં ઝેરી દવા પી યુવાને અંતિમ પગલુ ભર્યુુ


SHARE











મોરબીના નવા સાદુળકા ગામે ઘરમાં ઝેરી દવા પી યુવાને અંતિમ પગલુ ભર્યુુ

મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ સાલાણી (૨૫) નામના યુવાને પોતે પોતાના ઘરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ. એમ. જાપડીયા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરી ના ખૂણા પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એએચ ૭૪૪૦ લઈને જઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા ૪૫,૦૦૦ રૂપિયાનું કિંમતનું બાઈક આમ કુલ મળીને ૪૫,૩૭૫ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરીને આરોપી ફૈઝાન ગફારભાઈ ખોલેરા (૨૦) રહે કુબેરનાથ મેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દારૂના બે ચપલા સાથે ઝડપાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટીયા પાસેથી એકટીવા નંબર જીજે ૩૬ એએમ ૦૦૫૮ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના બે ચપલા મળી આવ્યા હતા જેથી કરીને ૧૫૦ રૂપિયાની કિંમત નો દારૂ અને ૪૦ હજારનું એકટીવા આમ કુલ ૪૦૧૫૦ નો મુદ્દા માલ કબજે કરીને આરોપી જલ્પેશભાઈ ઉર્ફે જલો જગદીશભાઈ ધંધુકિયા (૨૨) રહે. મૂળ ઇન્દિરા આવાસ મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા હાલ રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News