મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ગંભીર આક્ષેપ: વાંકાનેરના મહીકા ગામના મહિલા સરપંચ-તેના ભાઈનો ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ !


SHARE







ગંભીર આક્ષેપ: વાંકાનેરના મહીકા ગામના મહિલા સરપંચ-તેના ભાઈનો ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ !

વાંકાનેર તાલુકના મહીકા ગામના મહિલા સરપંચ સામે ગામના લોકોએ જ ગંભીર આક્ષેપ કરલે છે અને મહિલા સરપંચ તથા તેના ભાઈ દ્વારા ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કરીને ગામના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા સરપંચ તથા તેના ભાઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના લોકોએ સહી સાથે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ગામના મહિલા સરપંચ સામે ગંભીર આક્ષેપ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મહીકા ગામે હિન્દુ-મુસ્લીમ સમાજના લોકો ભાઈચારાથી રહે છે. અને આ ગામના હાલના સરપંચ મુમતાજબેન આમદભાઈ બાદી છે. જો કે, સમગ્ર વહીવટ તેમના ભાઈ હનીફભાઈ આમદભાઈ કરે છે. ! આ બંને ભાઈ બહેન મળીને તેઓ પોતાની રીતે હિંન્દુ સમાજના વિસ્તારોમાં પાસ થયેલ ગ્રાન્ટો ઈરાદાપુર્વક મુસ્લીમ વિસ્તારમાં વાપરે છે. અને ગામના કોમવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ ગામમાં કમા ખેતાના ઘર પાસેની શેરીમાં ભુગર્ભ ગટરની ગ્રાન્ટ પાસ થઈ હતી. જે ગ્રાન્ટ હેતુ ફેર કરીને અન્ય જગ્યાએ મુસ્લીમ સમાજના વિસ્તારમાં વાપરી નાખેલ છે. આવી જ રીતે પુર્વ ધારાસભ્ય સ્વ. જયોત્સનાબેન જે. સોમાણીએ તા.૫/૭/૨૦૦૭ માં કલ્યાણભાઈ ગઢવીની શેરીમાં રોડ, પાણીનો બોર, પાણીની ડંકી માટે ૧.૬૫ લાખની ગ્રાન્ટ આપી હતી. જો કે, ગામના મહિલા સરપંચના ભાઈ હનીફભાઈ આમદભાઈએ પાણીની ડંકી અને તેનો ઓટો તોડી નાખેલ છે. તેમજ પાણીનો બોર નષ્ટ કરી નાખેલ છે.

આટલું જ નહીં ત્યાં પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા એન્જલબેન અનિલભાઈની ફરજમાં સરપંચનો ભાઈ અવાર નવાર રૂકાવટ કરે છે. તેમજ મુસ્લીમ સમાજના છોકરાઓને પીએચસી સેન્ટરમાં પથ્થરમારા કરવા માટે ઉશ્કેરણી કરે છે. જેથી કરીને ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં મહિલા સરપંચ તથા તેમના ભાઈ હિન્દુ વિરોધી માનસીકતા ધરાવે છે. જેથી કરીને ગામના લોકોની રજુઆતોને ધ્યાને લઈને મહિલા સરપંચ અને તેના ભાઈ સામે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.






Latest News